ડભોઇ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ સાંજે અચાનક બદલાયેલા હવામાન અને તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ભારે પવનને કારણે ખેતરોમાં ઉભો મકાઈનો પાક આડો પડી જતાં ધરતીપુત્રો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
મુખ્ય અસરો અને અસરગ્રસ્ત વિસ્તારો
ગઈકાલ સાંજથી શરૂ થયેલા ભારે પવન અને મિની વાવાઝોડાએ ચાણોદ પંથકમાં વ્યાપક પાયે તારાજી સર્જી છે. ખાસ કરીને નવા-જૂના માંડવા, નંદેરીયા, ભીમપુરા, શણોર અને ફુલવાડી જેવા ગામોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે ખેતરોમાં લહેરાતો મકાઈનો પાક સદંતર જમીનદોસ્ત થઈ ગયો છે.તૈયાર થવા આવેલા પાક પર કુદરતી આફત ત્રાટકતા ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા ભાવના બિયારણ-ખાતરનો ખર્ચ પાણીમાં ગયો છે.ખેડૂતોની સ્થિતિ: “માથે હાથ દઈ રોવાનો વારો ચોમાસા કે શિયાળુ સીઝનના અંતે સારી કમાણીની આશા રાખતા ખેડૂતો અત્યારે લાચાર બન્યા છે. વાવાઝોડાને કારણે પાક નિષ્ફળ જતાં હવે પશુઓ માટેના ઘાસચારા અને ઘરના ગુજરાનનો પ્રશ્ન ઉભો થયો છેઅમે દેવું કરીને ખેતી કરી હતી, પણ આ વાવાઝોડાએ બધું જ નાશ કરી દીધું છે. હવે સરકાર અમારી વહારે આવે તે જ છેલ્લી આશા છે.સરકાર પાસે વળતરની માંગ
સમગ્ર પંથકના ખેડૂતોમાં અત્યારે ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનોની સરકાર પાસે મુખ્ય માંગણીઓ છે કે:કૃષિ વિભાગ દ્વારા ત્વરિત ધોરણે નુકસાનીનો સમીક્ષા સર્વે કરવામાં આવે.નુકસાનીના આંકડા મુજબ ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર જાહેર કરવામાં આવે.ધરતીપુત્રોને ફરી બેઠા કરવા માટે સરકાર ખાસ પેકેજની વ્યવસ્થા કરે.
આ પણ વાંચો: વાવાઝોડાને કારણે માત્ર ખેતી જ નહીં, પણ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાથી જનજીવન પર પણ અસર પડી

