35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં ઈદ અને રામનવમી પૂર્વે શાંતિ સમિતિ બેઠક, કડક બંદોબસ્તની તૈયારી

ડભોઇ પોલીસ મથકમાં રમઝાન ઈદ ના તહેવાર અને આગામી આવતા ત રામનવમી તહેવાર પ્રસંગે શોભાયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઇ શહેર તાલુકા પોલીસ મથકે મુસ્લિમ પવિત્ર મહત્વના તહેવાર રમજાન ઈદ પ્રસંગ તેમજ આગામી આવતા રામ નવમી પ્રસંગે શોભાયાત્રા ને લઈને શાંતિ મય માહોલ માં તહેવાર ઉજવાય તે ધ્યાને રાખીને ડભોઇ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે આકાશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન ઈદ તહેવાર તેમજ આગામી સમયે રામનવમી નો પણ તહેવાર આવતો હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઉભી ન થાય તેને લઈને વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવા માં આવી હતી સાથે પોલીસ તંત્ર ને સહયોગ આપવા જણાવ્યું હતું. જ્યારે કે પીઆઇ જે એમ ચાવડાએ મુસ્લિમ સમાજના સમુદાય ના લોકો ના ઈદહુલ ફિત્રની નમાજ સવારે 8:30 વાગ્યા ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો નમાજ અદા કરશે તેમજ શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં પણ નમાજ પઢવામાં આવે છે તેમજ આગામી સમય રામનવમી નો પણ તહેવાર આવતો હોય ત્યારે ડભોઇ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે સાથે ડભોઇમાં પોલીસ સજ્જ રહેશે તેમ જણાવ્યું હતું ….આ બેઠકમાં ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજ આગેવાનો વગેરે ભાજપ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

કોંગ્રેસ સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ પોલીસે ટીંગાટોળી કરી અટકાવ્યા

admin

વડોદરાના સોમાતળાવ પાસે હોર્ડિંગ રીક્ષા પર પડતાં રીક્ષા ચાલકનું મોત

admin

મરચાંના કટ્ટાની આડ માં દારૂની હેરાફેરી કરતા આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમા મોકલી આપતી વડોદરા શહેર પોલીસ.

admin

Leave a Comment