30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર થી નિમેટા સુધી નવી નળીકા બદલવાની કામગીરી પૂર્ણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર થી નિમેટા સુધી નવી નળીકા બદલવાની કામગીરી પૂર્ણ કરી નવીન મેનિફોલ્ડ સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આજવા સરોવરમાંથી આવતો પાણીનો પુરવઠો બંધ રહેશે. આવતીકાલ થી બે દિવસ પાણી નહિ મળે,

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમિત્તા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જુની 750 મીમી એસઆઇ નલિકાને બદલી નવી 1524 મીમી 3 LPE MS નલિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીન મેનિફોલ્ડ સાથે જોડાણની કામગીરી 25 નવેમ્બર થી 48 કલાક માટે હાથ ધરવામાં આવશે આ દરમિયાન આગવા સરોવરથી પાણી પુરવઠો બંધ રહેશે. જેથી નાગરિકોને 25 નવેમ્બર સાંજે 26 નવેમ્બરે સવારે અને સાંજે અને 27 નવેમ્બરના રોજ સવારના સમયે પાણી બંધ રહેશે. અને 27 નવેમ્બર સાંજથી ઓછા પ્રેશરથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. વોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો ઇસ્ટ ઝોનમાં વોર્ડ ચાર પાંચ છ 14 15, સાઉથ ઝોનમાં વર્ડ 16 17 ને 18 તેવી જ રીતે નોર્થ ઝોનમાં વોર્ડ સાત અને 13 માં નાગરિકોને પાણીની હાલાથી પડશે.આ કામગીરીના લીધે પાણીગેટ ટાંકી નાલંદા ટાંકી ગાજરવાળી ટાંકી બાપોદ સયાજીપુરા કપુરાઈ લાલબાગ ટાંકી અને સોમા તળાવ, તરફના કેટલાક વિસ્તારોને અસર કરશે.

Related posts

ઉત્તરાયણ પૂર્વે તંત્ર સજ્જ : વડોદરામાં બ્રિજ પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી શરૂ

admin

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો

admin

વડોદરા શહેરમાં 80 કરોડના ખર્ચે બનશે આધુનિક ‘વડોદરા હાટ’, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક

admin

Leave a Comment