40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેડીએમ કાર્સે ફિલ્મશોપી સાથે સહયોગમાં 12 હજાર ચોરસ ફૂટના વિસ્તારમાં તેની નવી શોપી લોન્ચ કરી છે.

વડોદરાના કાર પ્રેમીઓને તેમની મનપસંદ કાર મોડીફીકેશન સર્વિસ અને સ્પેશિયલ ઓટોમોટિવ સર્વિસ એક જ સ્થળ પર હવે મળી રહેશે. શહેરમાં ભરોસાપાત્ર કાર એક્સેસરી નામોમાંથી એક જગદંબા કાર એક્સેસરીઝ હવે તેના નવા ડાયનેમિક સ્વરૂપ, જેડીએમ કાર્સમાં રૂપાંતરિત થયું છે. શહેરના ઓટોમોટિવ સર્વિસ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાના વિઝન સાથે જેડીએમ કાર્સે ફિલ્મશોપી સાથે સહયોગમાં તેની નવી શોપી લોન્ચ કરી છે. એક 200 ચોરસ ફૂટના એક્સેસરી સ્ટોરમાંથી તે હવે, 12,000 ચોરસ ફૂટના કાર કસ્ટમાઇઝેશન સ્ટુડિયો તરીકે એક સંપૂર્ણ કાર ટ્રાન્સફોર્મેશન હબ સ્વરૂપે વિકસિત થઈ રહ્યો છે. પોતાની યાત્રા વિશે અભય અને આર્યન વાધવાએ કહ્યું હતું કે, અમારો ઉછેર કારની આસપાસ જ થયો છે અને અમે કારની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહ્યા છીએ. અમે અમારા વર્ષોના અનુભવથી સમજી શક્યા છીએ કે, કાર માલિકો વાસ્તવમાં વિશ્વસનીયતા, પ્રમાણિકતા અને ગુણવત્તાની અપેક્ષા રાખે છે. અમે જોયું કે, લોકોને એક જ સ્થળ પર, તમામ વિશ્વસનીય સર્વિસ સરળતાથી મળી રહે, તેવા ઉમદા સ્થળનો અભાવ વર્તાતો હતો. તેમને ઘણીવાર કારની અપેક્ષિત સર્વિસ માટે સંઘર્ષ કરવો પડતો હતો. બસ, આ જ વાતે અમને ખાતરીપૂર્વકની કાર સર્વિસના બેસ્ટ ડેસ્ટિનેશન, જેડીએમ કાર્સ બનાવવાની પ્રેરણા આપી છે.

Related posts

વડોદરાના ગોરવા સુકુંન-2 હાઇટ્સ ફ્લેટનાં મકાનમા લાગી આગ

admin

શિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે જંગલ ની થીમ્સ ડેકોરેશન ના વચ્ચે બીરાજમાન ગણપતિ બાપા ની મૂર્તિ એ ભારે આકર્ષણ જમાવ્યું

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રી પોળ ખાતે આવેલ શ્રી પી. એચ. નારાયણગુરુ આધ્યા વ્યાયામ શાળા ખાતે આયોજન કરવામાં આવી

admin

Leave a Comment