Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર કેશવ કો-ઓપ. બેન્ક દ્વારા મૃતક સભાસદના વારસદારને આર્થિક સહાય

વિસાવદર કેશવ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી (કેશવ કો-ઓપ. બેન્ક) દ્વારા માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે. બેન્કના સભાસદ સુખપુરના રહેવાસી શ્રી ગોરધનભાઈ મેપાભાઈ દાફડાનું થોડા સમય પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થતા, બેન્કની સભાસદ સહાય યોજના અંતર્ગત તેમના વારસદારને આર્થિક સહાય આપવામાં આવી છે.

કેશવ કો-ઓપ. બેન્ક દ્વારા મૃતક સભાસદના પુત્ર શ્રી ધનેશભાઈ ગોરધનભાઈ દાફડાને રૂ. 30,000નો ચેક અર્પણ કરીને આર્થિક મદદ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસાવદર શાખાના સંયોજક શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા, સહ-સંયોજક શ્રી ભગવાનજીભાઈ વૈષ્ણવ, શાખા મેનેજર શ્રી પારસભાઈ ચાવડા તેમજ શાખા વિકાસ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

બેન્ક દ્વારા આપવામાં આવેલી આ સહાય દુઃખની ઘડીમાં એક સામાન્ય પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કેશવ કો-ઓપ. બેન્કની આ માનવતાપૂર્ણ કામગીરીને સર્વત્ર પ્રશંસનીય ગણવામાં આવી રહી છે.

Related posts

વિસાવદર ચૂંટણી જીત્યા પછી ગોપાલભાઈ ઇટાલીયાનો ભવ્ય રોડ શો.

admin

વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારી લોકોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

admin

વિસાવદરમાં ગરમીનું ભારે ઉકલાંટ બાદ થયું વરસાદનું આગમન

admin

Leave a Comment