30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર ચૂંટણી જીત્યા પછી ગોપાલભાઈ ઇટાલીયાનો ભવ્ય રોડ શો.

વિસાવદર વિધાનસભા 87 ની ચૂંટણીના ફોર્મ ભરાયા પછી વિસાવદર ની ચૂંટણી ગુજરાત નહીં પણ ભારત ભરમાં પ્રખ્યાત બની ગઈ હતી આ ચૂંટણી નો જંગ ત્રિપાખયોં હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ પટેલ કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલીયા એ ફોર્મ ભર્યા હતા ભારે રસાકસી અને ઉત્સાહ સાથે આ જંગ ચાલુ થયો હતો થોડા સમય માટે તો વિસાવદર જાણે કે રાજધાની ગાંધીનગર હોય તેમ મુખ્યમંત્રીથી લઇ અને રાજ્યના મંત્રી અને મોટા ગજાના રાષ્ટ્રીય નેતાઓ વિસાવદરની બજારોમાં જોવા મળ્યા હતા તો એક તરફી ગોપાલભાઈ ઇટાલીયા એ પુરા જોશ સાથે વિસાવદરના એક એક ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી પોતાનો પ્રચાર કર્યો હતો અને લોકોને હૃદયમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે આ ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આખા ગુજરાતની નજર વિસાવદર વિધાનસભાના પરિણામો પર હતી અને ખરેખર ઐતિહાસિક પરિણામ આવ્યું જેમાં ગોપાલભાઈ ઇટાલીયા શાસક પક્ષ સામે 17581 મત ની ઐતિહાસિક લીડ થી પોતે ચૂંટાયા હતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગામડે ગામડે ફટાકડાઓ અને ડીજેના તાલ સાથે લોકો નાચી ઊઠ્યા હતા આજે વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલીયા હજારો લોકોની જન મેદની ઉમટી પડી હતી ભવ્ય રોડ શો કરી લોકોને કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી વિસાવદરનું આ રુણ ભૂલીશ નહીં અને વિસાવદરના વિકાસમાં રાત દિવસ હું મહેનત કરીશ આ જીત મારી નથી પરંતુ વિસાવદરની વિસાવદરની આ જીત છે અને હું જીવનભર તેનો આભારી છું હવે જોવું રહ્યું કે ગોપાલભાઈ વિસાવદરના વિકાસમાં કેટલો સહયોગ આપે છે રિપોર્ટર શ્યામ ચાવડા

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ.

admin

જંગલ ખાતાના ત્રાસથી કંટાળીને જાંબુથરા ગામના બે યુવાનોએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

admin

લાયન્સ કલબ વિસાવદર દ્વારા ગુજરાતી ભાષા કવિ અને લોક નાટયકાર જુગતરામ દવે ની જન્મજયંતી ઉજવણી

admin

Leave a Comment