Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં આવેલા પણસોલી ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પણસોલી ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો.

આગામી ચૂંટણીના વાગી રહેલા ભણકારા વચ્ચે તમામ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે કમર કસી છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે ઉભરી આવવા આમ આદમી પાર્ટી એ પણ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પણસોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભાને સંબોધી હતી. આ સભા દરમિયાન એક હજારથી વધુ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેને કારણે રાજકીય મોરજે ગરમાવો જોવા મળ્યો હતો.બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાથે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા.

Related posts

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પત્રકાર પરિષદદેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી

admin

વડોદરામાં અખંડ ફાર્મ મહેફિલ કાંડ જેવો કિસ્સો બિલ્ડરે પુત્રનાં લગ્નમાં પાર્ટી પ્લોટને બાર બનાવ્યો

admin

ચોખંડી વિસ્તારમાં આવેલી 70 વર્ષ જૂની ગાયકવાડી શાસન સમયનો જર્જરીત ઘર ધરાસાઈ

admin

Leave a Comment