Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં માનસિક અસ્વસ્થ સગીર બાળકી પર સામૂહિક દુષ્કર્મનો મામલો

વડોદરા શહેરના નવા યાર વિસ્તારમાં માનસિક અસ્વસ્થ સગીર બાળકી પર બે નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા સંસ્કારી નગરીમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકે IPC અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

શહેર પોલીસ ઝોન-1 દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી કે ગુનાની નોંધ બાદ પોલીસ ટીમે મુખ્ય બે આરોપી સહિત અન્ય એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. મુખ્ય બે આરોપીઓમાંથી એકનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓના ઇતિહાસની તપાસ ચાલુ છે.

પીડિત સગીર બાળકીની તાત્કાલિક મેડિકલ તપાસ કરાવી સારવાર માટે મોકલવામાં આવી છે. કોર્ટ દ્વારા મુખ્ય આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

ફતેગંજ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરતા હવે આગળની કાનૂની પ્રક્રિયા ગતિમાન કરવામાં આવી છે.

Related posts

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ

admin

વડોદરા શહેરમાં અકાળે મૃત્યુ પામનાર શ્વાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ

admin

Leave a Comment