વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં કુલ 11 વિકાસલક્ષી કામોના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન આઇટી, પાણી પુરવઠા વિતરણ, પાણી પુરવઠા, પાર્ક્સ એન્ડ ગાર્ડન, બ્રિજ પ્રોજેક્ટ, અપોર્ડેબલ હાઉસિંગ સેલ, રોડ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી હતી.
કમિશનર દ્વારા મુકાયેલા તમામ પ્રસ્તાવો અંતે સમિતિએ મંજૂર કર્યા હતા. આ કામો વડોદરામાં સુવિધાઓના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ગણાશે.

