અહીર સુવર્ણકાર મંડળ, બરોડા દ્વારા બીજા વર્ષ સતત “ટેસ્ટ ઓફ મહારાષ્ટ્ર ફૂડ ફેસ્ટિવલ 2026” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ ફૂડ ફેસ્ટિવલ 10 અને 11 તારીખે સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લો રહેશે.
આ ફૂડ ફેસ્ટિવલનો ઉદ્દેશ મહારાષ્ટ્રની સમૃદ્ધ ખાદ્ય સંસ્કૃતિ, લોકકલા, સંગીત અને પરંપરાઓને વડોદરાવાસીઓ સુધી પહોંચાડવાનો છે. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પરંપરાગત વ્યંજનોથી લઈને લાવણી, પોવાડા, ઢોલ-તાશા જેવા લોકસાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પરિવારમૈત્રીક પ્રવૃત્તિઓ અને વિવિધ આકર્ષણો પણ ફેસ્ટિવલનો ભાગ બનશે.
ખાસ વાત એ છે કે આ ફૂડ ફેસ્ટિવલને Zero Waste Event તરીકે આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન ઉત્પન્ન થતો ખાદ્ય કચરો સ્થળ પર જ પ્રોસેસ કરી ખાતરમાં પરિવર્તિત કરવામાં આવશે.
કાર્યક્રમ સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને પણ યોજવામાં આવ્યો છે. ફેસ્ટિવલમાંથી પ્રાપ્ત થતી આવક સમાજના કલ્યાણકારી કાર્યો માટે ખર્ચવામાં આવશે.
અહીર સુવર્ણકાર મંડળ, બડોદ દ્વારા તમામ સ્વાદપ્રેમીઓને અને પરિવારજનોને આ વિશેષ ફૂડ ફેસ્ટિવલમાં સહર્ષ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

