43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં “સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫” અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ

વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ ૧૮ શાળાઓને ‘સક્ષમ શાળા’ એવોર્ડ એનાયત કરાયા

જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હીરપરાના હસ્તે ૪ અને ૫ સ્ટાર હાંસલ કરનાર શાળાઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

સમગ્ર શિક્ષા અંતર્ગત વડોદરા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાયો હતો. કલેક્ટરશ્રી અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હીરપરાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા ૧૨ પેરામીટર્સમાં ૪ સ્ટાર અને ૫ સ્ટાર હાંસલ કરનાર શાળાઓને સન્માનિત કરવામાં આવી. આ અંતર્ગત જિલ્લાની ગ્રામ, શહેરી અને નિવાસી શાળાઓમાંથી ૯ જિલ્લા કક્ષાની અને ૯ તાલુકા કક્ષાની એમ કુલ ૧૮ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા.

કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને પુરસ્કાર અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મહેશ પાંડે એ શિક્ષકોના શિક્ષણક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. અન્ય શાળાઓને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોનું મહત્વ પણ જણાવ્યું. સાથે જ બાળકોને શિસ્તબદ્ધ અભ્યાસ અને સહ-અભ્યાસ પ્રવૃત્તિઓથી જીવનમૂલ્યો ભણાવવાની વાત કરી. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સૌને સહયોગ આપવાની અપીલ કરી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ સંઘના સભ્યો, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી
સભ્યો, સી.આર.સી, બી.આર.સી. અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અગોરામૉલનું ક્લ્બ હાઉસ ધ્વસ્ત

admin

બરોડા ડેરી મુદ્દે સાવલીમાં કેતન ઇનામદારનો સમ્માન કાર્યક્રમ, ભાજપનું બોર્ડ બનવાની વ્યક્ત કરી આશા

admin

વડોદરાના 50 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજનો એક ભાગ ધડાકા સાથે પડતાં વાહનચાલકોમાં નાસભાગ મચી

admin

Leave a Comment