રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ભરૂચ અને એફ.ડી.ડી.આઈ.કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહ ભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ કલા મહાકુંભમાં પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનભાઈ શાહ,જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ તેમજ મામલતદાર કે. એમ. રાજપૂત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત આમંત્રિતો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

