36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

બરોડા ડેરી મુદ્દે સાવલીમાં કેતન ઇનામદારનો સમ્માન કાર્યક્રમ, ભાજપનું બોર્ડ બનવાની વ્યક્ત કરી આશા

વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ કેતન ફાર્મ પર બરોડા ડેરી મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારના સમ્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર તેમજ સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેતન ઇનામદારે બરોડા ડેરી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર તેને ચલાવી લેવા માંગતી નથી. ઓડિટ દરમિયાન તમામ હકીકતો બહાર આવી ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે અને ગંભીર ભૂલ કરનારને તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે તેવી આશા પણ કેતન ઇનામદારે વ્યક્ત કરી હતી.

Related posts

માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની શોધખોળની લાંબી પ્રક્રિયા બાદ મૃતદેહ મળી આવ્યો

admin

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર કિકેટ ટુર્નામેન્ટનું ડભોઇ તાલુકાના કુકડ ગામ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું

admin

અમીત જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા

admin

Leave a Comment