શિયાળાની ઋતુ શરૂ થતા રમત ગમતના રસીકો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર કિકેટ ટુર્નામેન્ટનું ડભોઇ તાલુકાના કુકડ ગામ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું
ડભોઈ મોબાઈલ શોપ યુનિયન ટૂર્નામેન્ટ રમાઈ હતી જેમાં મુખ્યતઃ ત્રણ ટીમો HT મોબાઇલ, A મોબાઈલ અને સંજરી મોબાઈલ એ ભાગ લીધો હતો
ગતરોજ ફાઇનલમાં A મોબાઇલ vs સંજરી મોબાઇલ આવી હતી જેમાં A મોબાઇલ ટીમ ને પહેલી ઇનિંગમાં 10 ઓવર માં 132 રન 5 વિકેટે માર્યા હતા ત્યારબાદ સંજરી મોબાઇલ ને 60બોલ મા 133 રન ની વિજય થવા માટે જરૂર હતા પરંતુ વધુ રન ના ટાર્ગેટ ને તેઓ પામી શક્યા નહોતા જેથી A મોબાઈલ એ વિજય પ્રાપ્ત કર્યો અને તે મેચ ના મેન ઓફ ધ મેચ રાજા સલાટ બેસ્ટમેને 29 બોલમાં 69 રન બનાવીને પોતાની ટીમને વિજય બનાવી હતી. મેચને નિહાળવા માટે ક્રિકેટ રસીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સર્વે એ હર્ષો ઉલ્લાસ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ ની મજા માણી હતી…

