31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરા નજીક પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે પથ્થર ભરેલી ટ્રક અચાનક પલટી ખાધી

પાદરા નજીક વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. પાદરા ખાતે આવેલા મહાકાળી મંદિર, પાદરા નજીક પેટ્રોલ પંપ પાસે પથ્થર ભરેલી ટ્રક અચાનક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરનું ટ્રક પરનું નિયંત્રણ છૂટી જતા ટ્રક રસ્તા પર પલટી મારી હતી. ટ્રકમાં ભરેલા પથ્થરો રસ્તા પર છૂટી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. બાદમાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ટ્રક પલટી જતા થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને એક તરફનો રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા શહેરના NH-48 પર ધન્યાવી ચોકડી નજીક ટ્રક પલટી મારી ઈકો કાર પર પડ્યો

admin

ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન કરવામાં આવ્યું

admin

વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

admin

Leave a Comment