41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીના ભરબજારમાં બેફામ હાઈવા ડમ્પરોનો આતંક: ચાર વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ

નસવાડીના ભરબજાર વિસ્તારમાં હાઈવા ડમ્પરોના બેફામ દોડતા વાહનોને કારણે આજે મોટી દુર્ઘટના ટળી હતી. નસવાડી એસ.બી. સોલંકી વિદ્યામંદિરથી છૂટીને ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો, જ્યારે એક હાઈવા ડમ્પર ચાલકે તેમને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, જકાતનાકા માર્ગ પરથી પસાર થતી વિદ્યાર્થીનીઓને ડમ્પર ચાલકે અચાનક નજીકથી પસાર થવાને કારણે ગંભીર જોખમ સર્જાયું હતું. સદનસીબે એક વિદ્યાર્થીનીએ બીજીનો હાથ ખેંચી લીધો, જેથી તમામનો જીવ બચી ગયો.

સ્થળ પર હાજર રાહદારીઓએ ડમ્પર ચાલકને બુમાબુમ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક બેફામ ગતિએ ડમ્પર લઈને ત્યાંથી ભાગી ગયો. ઘટનાથી વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે.

વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસ દ્વારા ડમ્પર અને ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિત તમામ દિશામાં તપાસ ગતિમાન કરવામાં આવી છે.

સ્થાનિકોએ તંત્રને માંગણી કરી છે કે ભરબજાર અને શાળા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડમ્પરોની ગતિ નિયંત્રિત કરવામાં આવે અને તંત્ર આવા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરે, જેથી નિર્દોષ નાગરિકો સુરક્ષિત રહે.

Related posts

નસવાડીના છેવટ અને બોરિયાદ ગામે રૂ.૧૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહ પરમારના વરદહસ્તે લોકાર્પણ

admin

નવા વર્ષના પ્રથમ જ દિવસે નસવાડીમાં “સૂર્ય કિરણને નમસ્કાર”થી આરોગ્યમય શરૂઆત

admin

છોટાઉદેપુર ખાતે મોટા મિયા માંગરોળના સજ્જાદા નસીન હાજી પીર સૈયદ નિઝામુદ્દીન ચિશતી બાવા સાહેબનો 68 મો ઉર્સ અને ગુરુ પૂર્ણિમાના સમન્વય નિમિતે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટયું હતું

admin

Leave a Comment