27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીના ભરબજારમાં બેફામ હાઈવા ડમ્પરોનો આતંક: ચાર વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ

નસવાડીના ભરબજાર વિસ્તારમાં હાઈવા ડમ્પરોના બેફામ દોડતા વાહનોને કારણે આજે મોટી દુર્ઘટના ટળી હતી. નસવાડી એસ.બી. સોલંકી વિદ્યામંદિરથી છૂટીને ઘરે પરત ફરી રહેલી ચાર વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો, જ્યારે એક હાઈવા ડમ્પર ચાલકે તેમને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, જકાતનાકા માર્ગ પરથી પસાર થતી વિદ્યાર્થીનીઓને ડમ્પર ચાલકે અચાનક નજીકથી પસાર થવાને કારણે ગંભીર જોખમ સર્જાયું હતું. સદનસીબે એક વિદ્યાર્થીનીએ બીજીનો હાથ ખેંચી લીધો, જેથી તમામનો જીવ બચી ગયો.

સ્થળ પર હાજર રાહદારીઓએ ડમ્પર ચાલકને બુમાબુમ કરી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક બેફામ ગતિએ ડમ્પર લઈને ત્યાંથી ભાગી ગયો. ઘટનાથી વિસ્તારોમાં ભારે ચકચાર મચી છે.

વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસ દ્વારા ડમ્પર અને ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ સહિત તમામ દિશામાં તપાસ ગતિમાન કરવામાં આવી છે.

સ્થાનિકોએ તંત્રને માંગણી કરી છે કે ભરબજાર અને શાળા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડમ્પરોની ગતિ નિયંત્રિત કરવામાં આવે અને તંત્ર આવા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરે, જેથી નિર્દોષ નાગરિકો સુરક્ષિત રહે.

Related posts

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી કિ.રૂ.૩,૩૭,૯૪૫ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં ૧૩ વર્ષની બાળકી સાથે છેડતી કરી

admin

છોટાઉદેપુરના તેજગઢ ગામે બે જૂથ વચ્ચે ઝગડા બાદ આજે એક પક્ષ માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનારા હોવાના આક્ષેપ સાથે આખેઆખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

admin

Leave a Comment