35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગુજરાતછોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના તેજગઢ ગામે બે જૂથ વચ્ચે ઝગડા બાદ આજે એક પક્ષ માથાભારે અને ગામમાં અશાંતિ ફેલાવનારા હોવાના આક્ષેપ સાથે આખેઆખું તેજગઢ ગામ બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

ગત ૧૩ મી જૂને તેજગઢ ગામે મિલકતના વિવાદને લઇ બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે ઝગડો થયો. ઝગડામાં મહિલાઓ પણ સામેલ હતી અને એક યુવતી ઉપર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કરાયો. તો નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર ઘાસના પુડા નાંખી ચક્કાજામ પણ કરાયો, બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામસામે ફરિયાદ નોંધી જેમાં એક પક્ષ સામે હત્યાના પ્રયાસની ઘંભીર કલમ લગાડી કાયદેસરની કાર્યવાહી કરી. તેજગઢ ગામમાં બનાવના ગંભીર પ્રત્યાઘાત પડ્યા અને આજે એક પક્ષ સામે સમગ્ર તેજગઢ ગામ જડબેસલાક બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સામેવાળા માથાભારે અને ગામની શાંતિ ભંગ કરનારા તત્વો હોવાનો આક્ષેપ કરી તેમના સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પુર આવતા લક્ઝરી બસ ફસાઈ

admin

દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાંટ ગ્રામ પંચાયતને બેસ્ટ લર્નર એવોર્ડ મળ્યો.

admin

છોટાઉદેપુરમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભવ્ય તિરંગા યાત્રા

admin

Leave a Comment