આપણા દેશની શૌર્યગાથા ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉત્સવ હવે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આજે ગુજરાતના છોટાઉદેપુરમાં પણ આ ગૌરવશાળી ક્ષણને યાદગાર બનાવવા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રા વસેડી ખાતે સાંસદના નિવાસસ્થાનેથી શરૂ થઈ અને સમગ્ર નગરમાં ફરી
છોટાઉદેપુરની ધરતી આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા. આ યાત્રા વસેડી ખાતે થી સાંસદના નિવાસસ્થાનેથી શરૂ થઈ, પેટ્રોલ પંપ ચાર રસ્તા, કલબ રોડ , લાયબ્રેરી રોડ, કસ્બા, કવાંટ રોડ થઈ ગુરુકૃપા એમ સમગ્ર નગરમાં મોટી સંખ્યામાં રેલી યોજાઇ હતી. તિરંગા યાત્રામાં નગરજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર, જેનો આરંભ 7 મેના રોજ થયો હતો, તે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટેનું એક નિર્ણાયક પગલું હતું. આ ઓપરેશન પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 નાગરિકો શહીદ થયા હતા.
આજે દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને કારમો જવાબ આપ્યો છે. આ તિરંગા યાત્રા એ દેશની એકતા અને દેશના જવાનોના બલિદાનને સલામ કરવાનો એક પ્રયાસ છે. છોટાઉદેપુરના નાગરિકોએ આજે એક સાથે આવીને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા,નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી, છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ સહિત હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

