Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા પતંગ વિતરણ

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરવાની પહેલ કરવામાં આવી રહી છે. તે અનુસંધાને આજ રોજ વડોદરાના પૂર્વ વિસ્તારમાં સवाद નજીક આવેલી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે બરોડા યુથ ફેડરેશન દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

શાળાના નાનકડા બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે દરેક વિદ્યાર્થીને પતંગ અને મંજાની ગાંઠ ભેટરૂપે આપવામાં આવી હતી.

આ પ્રસંગે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર તેમજ શાસન અધિકારી વિપુલ ભરતીયા હાજર રહ્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારો અને યુવાનો માટેના સંદેશ અંગે બાળકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી તેમને ઉતરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

વિધાર્થીઓએ પતંગ વિતરણ માટે બરોડા યુથ ફેડરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

આશરે 10 થી 15 દિવસથી એક મોટો ભુવો પડ્યો છે પરંતુ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

admin

વડોદરાના માંજલપુર ગામમાં વડોદરાની 35 ફુટ મોટી હોળી ની પૂજા અર્ચના કર્યા બાદ પ્રગટામાં આવી

admin

વડોદરા શહેરમાં ગતરોજ મોડી રાતે એક કલાક પડેલ વરસાદ બાદ મનપાની પોલ ખુલ્લી પડી ગઈ

admin

Leave a Comment