કોંગ્રેસ દ્વારા મનરેગા બચાવો આંદોલન’ની દેશવ્યાપી અને રાજ્યવ્યાપી ઘોષણા અન્વયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જોકે પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે મનરેગા બચાવો આંદોલન અંતર્ગત ગાંધી ચિંધીયા માર્ગે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી,વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત કાઉન્સિલરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ આંદોલનનો મુખ્ય હેતુ ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ના મૂળ આત્માને ખોખલું બનાવવાની નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે. રોજગારને અધિકાર તરીકે આપતો આ કાયદો આજે સરકારની મનમાની, ફંડમાં ભારે કપાત અને કેન્દ્રિકરણની નીતિઓને કારણે અસ્તિત્વના ગંભીર સંકટમાં મુકાયો છે. નવી જોગવાઈઓ દ્વારા ગ્રામસભા અને પંચાયતોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે અને સમગ્ર નિયંત્રણ દિલ્હી ખાતે કેન્દ્રિત કરવામાં આવ્યું છે.જ્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં પોલીસે 50 થી પણ વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

