43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ નમી પડતા જોખમી સાબિત થઈ

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ભારદારી વાહનોની પ્રવેશબંધી માટે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ નમી પડતા જોખમી સાબિત થઈ રહી છે.

ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા અવરજવરને અનુકૂળ ઊંચાઈ વધારી મજબૂત રેલિંગ લગાવી નાળાના નિર્માણની કામગીરી સત્વરે આરંભાય તેવી સાર્વત્રિક કક્ષાએથી માંગ ઉઠવા પામી છે
ચાંદોદ નગરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર બી એન હાઇસ્કુલ પાસેનું ગાયકવાડી સમયનું નાળું જર્જરીત હોવાના આરએનબી વિભાગના રિપોર્ટ બાદ ત્યાંથી ભારદારી વાહનોના પ્રવેશબંધી માટે ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર તંત્ર દ્વારા લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે પરંતુ આ લોખંડની રેલિંગ જરૂર કરતાં નીચી હોય આવતા જતા વાહનોના રેલિંગ સાથે ભટકાવવાના બનાવ બનતા રહ્યા છે પરિણામે રેલિંગ મધ્ય ભાગેથી વળી જતા વધુ પડતી નમી જવાના કારણે વાહનો સાથે રેલિંગ અથડાવવાના તેમજ અકસ્માત ના બનાવો‌ બની રહ્યા છે

આજરોજ રેલિંગ નીચેથી પીકપ ટેમ્પો પસાર થતો હતો દરમિયાન ટેમ્પા ની પાછળ ઉભા રહેલો ચાંદોદના કોટ ફળીયા વિસ્તારમાં રહેતો યુવાન અરવિંદભાઈ રમણભાઈ વસાવા રેલિંગ સાથે ભટકાઈને રોડ પર ફંગોળાતા મોંઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે નજીકમાં હાજર નાવિક શ્રમજીવી મંડળના યુવાનોએ તાત્કાલિક દોડી જઈ અરવિંદ વસાવાને ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવાનને વધુ સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો
ત્યારે જરૂર કરતાં નીચી નમી પડેલી અને મધ્ય ભાગમાંથી તૂટી ગયેલી રેલિંગ જીવલેણ સાબિત થાય તે પહેલા રેલિંગની ઊંચાઈ વધારી રેડિયમ લગાવવામાં આવે અને નાળાની કામગીરી સત્વરે આરંભાય તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે

Related posts

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી યુનિટી માર્ચનું વડોદરા શહેર પોલીસ દ્રારા ભવ્ય સ્વાગત

admin

વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાનીના આપઘાતનો મામલો

admin

સાવલી તાલુકાના મંજુસર, ગોઠડા સહિત સાવલીના ગાયત્રી મંદિરે આંતરરાષ્ટ્રીય હિન્દૂપરિસદના અધ્યક્ષએ મુલાકાત કરી

admin

Leave a Comment