Genius Daily News
Uncategorized

મૃતકનો મૃતદેહ લઈને પરિવારજનો સીધા મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા

મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ગંભીર ઘટનાને લઈને તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. મૃતકનો મૃતદેહ લઈને પરિવારજનો સીધા મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાય માટે જોરદાર માંગણી કરી હતી. પરિવાર દ્વારા આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની તથા તમામ સંડોવાયેલા લોકોને સજા કરવામાં આવે તેવી ગુહાર ઉઠાવવામાં આવી હતી.

મામલે ડીસીપી ઝોન–3 અભિષેક ગુપ્તાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ઘટનાસંદર્ભે અત્યાર સુધી 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ હોય અને તપાસ દરમ્યાન વધુ લોકોની સંડોવણી મળે તો તેમની પણ અટકાયત કરવામાં આવશે.

પોલીસ દ્વારા મૃતકનું મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું છે. પરિવારનાં નિવેદન અને રજૂઆતના આધારે વધુ આરોપીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.

પોલીસે પરિવારને સમજી-વિચારી મૃતદેહ અંતિમવિધિ માટે મોકલી આપ્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે મામલે સતત કાર્યવાહી ચાલુ રહેશે અને વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

The Role of Gloves in Hand Fetish Productions

admin

The Ultimate Guide to Playing Slot Machine Online

admin

આરોગ્ય કેન્દ્ર પાંલસનડા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

Leave a Comment