વડોદરા રેલવે સ્ટેશનથી નીકળેલી વિટકોસ (VTCOs) બસનો આજે સવારમાં ગંભીર અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બસના ડ્રાઈજનને અચાનક ખેંચ આવતાં બસનું નિયંત્રણ ગુમાયું અને બસ રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી.
આ અકસ્માત સમયે બસમાં લગભગ 20 જેટલા મુસાફરો સવાર હતા, જેઓ સદ્નસીબે કોઈ મોટી ઈજા વગર સુરક્ષિત બચી ગયા છે.
ઘટનાની જાણ થતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. બસના એક્સિલેટર ભાગમાં ડ્રાઈવરનો પગ ફસાઈ ગયો હતો, જેથી ટેક્નિકલ સાધનોની મદદથી પગને બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી.
ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 ની મદદથી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ હવે બસ ડ્રાઇવરોની હેલ્થ અને મેડિકલ હિસ્ટ્રી ચકાસવા અંગે ચર્ચા ફરી તેજ બની છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓથી બચી શકાય.

