37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અસામાજિક તત્વોએ સિનિયર સિટીઝનની આંખોમાં મરચું નાખીને લૂંટનો પ્રયાસ કર્યો

વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ એક સિનિયર સિટીઝનને નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓએ સિનિયર સિટીઝનની આંખોમાં મરચું નાખી તેમને અંધારા જેવી સ્થિતિમાં મૂક્યા બાદ લૂંટનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ વારસિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કરાયેલ તપાસ દરમિયાન લૂંટના એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.
જો કે, ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ લૂંટનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વારસિયા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારની સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહી છે.પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે.વારસિયા પોલીસનું કહેવું છે કે ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને કાયદાની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

અકસ્માતમાં કેબિનમાં ફસાયેલ ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ

admin

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી

admin

GSTમાં રાહતથી વેપારીઓમાં આનંદનો માહોલ, વડોદરા ભાજપ દ્વારા લોકસંપર્ક ફેરણી

admin

Leave a Comment