36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
દિલ્હી

EDના કેસોમાં અરવિંદ કેજરીવાલ નિર્દોષ જાહેર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા

દિલ્લી: એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા કથિત ખોટા કેસોમાં દિલ્હી કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હોવાનું જણાવાયું છે.

કોર્ટના આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા આ ચુકાદાને સત્ય અને ન્યાયની જીત ગણાવી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,
“કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રાજકીય વિરોધીઓને દબાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આજે ન્યાયાલયે સત્યની બાજુ લીધી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ચુકાદો લોકશાહી અને સંવિધાનિક મૂલ્યો માટે મહત્વનો છે અને આમ આદમી પાર્ટી જનતાના હક માટે પોતાની લડત ચાલુ રાખશે.

કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, જ્યારે વિરોધ પક્ષો તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી નથી.

Leave a Comment