Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા

ગોત્રી પોલીસ સ્ટેશનની કાર્યશૈલી સામે ગંભીર આરોપો
પીડિત મહિલાને ચાર દિવસ સુધી ફરિયાદ દાખલ ન કરાતી હોવાનો આક્ષેપ

વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને અફઝલ નામનો યુવાન લાંબા સમયથી છેડતી કરતો હતો. આ મામલે ફરિયાદ નોંધાવવા માટે મહિલા છેલ્લા ચાર દિવસથી ગોત્રી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી હતી, છતાં પોલીસ દ્વારા કોઈ લેખિત ફરિયાદ લેવામાં આવી ન હતી.

પીડિત મહિલાનું કહેવું છે કે ફરિયાદ લેવા બદલે પોલીસ સ્ટાફ તેમને ટાળી રહ્યો હતો અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બેદરકારીના કારણે આજે આરોપી અફઝલ દ્વારા મહિલાપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. હુમલા બાદ મહિલા અને તેમના પરિવારજનોએ આરોપીને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો, પરંતુ આરોપી ત્યાંથી પોલીસ સ્ટાફની હાજરીમાં જ ભાગી છૂટ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાને પગલે ગોત્રી પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. મહિલાના શરીર પર હુમલાના નિશાનો હોવા છતાં તાત્કાલિક કડક પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. પીડિત મહિલાનું કહેવું છે કે જો સમયસર ફરિયાદ લેવામાં આવી હોત, તો આ હુમલો અટકાવી શકાય તેમ હતો.

એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા અંગે ચિંતિત હોવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ હવે પોલીસ તંત્રની જવાબદારી અને કાર્યશૈલી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

Related posts

ડભોઇમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરો મુદ્દે સહી ઝુંબેશનું આયોજન ​

admin

સ્વયમ સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામુંઆપે તેવી માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતા પત્ર જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

સાવલી તાલુકામાં ૩૧ ડિસેમ્બરના અનુસંધાને સાવલી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવ

admin

Leave a Comment