26 જાન્યુઆરીને હવે ગણતરીના થોડાક કલાકો જ બાકી રહ્યા છે. આવતીકાલે સમગ્ર દેશ સાથે વડોદરા શહેરમાં પણ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષે ત્રિરંગાના વેચાણને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ત્રિરંગાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના થી લઈને મોટા તમામ પ્રકારના ત્રિરંગા ઉપલબ્ધ છે, જેમાં તેની કિંમત રૂપિયા 10થી લઈને રૂપિયા 500 સુધી રાખવામાં આવી છે. તેમ છતાં ગ્રાહકોની આવક અપેક્ષા મુજબ નથી થઈ રહી.
વેપારીઓએ જણાવ્યું કે વધતી મહંગાઈ, ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ અને લોકોમાં રાષ્ટ્રીય તહેવારો પ્રત્યે ઘટતો ઉત્સાહ જેવી અનેક બાબતો વેચાણને અસર કરી રહી છે. પ્રજાસત્તાક દિવસ જેવા મહત્વના તહેવાર સમયે પણ બજારમાં ગતિ ન દેખાતા વેપારીઓમાં ચિંતા વધી છે.

