દેશના રાષ્ટ્રીય પર્વ ૭૭ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી ભાગરૂપે ડભોઇ તાલુકા કક્ષાનો કરનેટ ગામે મામલતદાર શ્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન ને સલામી આપી
સાંસ્કૃતિક કાર્યક્રમઓ તેમજ બી એલ ઓ ની સારી કામગીરી બદલ કર્મચારીઓને પ્રમાણપત્રો અને વૃક્ષારોપણ સહિત ઉજવણી કરવામાં આવી હતી.
ડભોઇ તાલુકા કક્ષાનો ૭૭ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી 26 જાન્યુઆરીના રોજ સવારે 9:00 વાગે તાલુકાના કરનેટ મુકામે યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા મામલતદાર શ્રી પી આર સંગાડા ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નગરપાલિકા સહિતના કર્મચારીઓ દ્વારા બી એલ ઓ ની સુંદર કામગીરી ની સેવા આપનારાઓને મામલતદાર તેમજ આગેવાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
રંગારંગ સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા દેશ પ્રેમ ની ઝાંખી કરાવવામા આવી હતી સ્કૂલો ના છાત્રા ઓ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરાયું હતું વિવિધ કચેરી સ્ટાફ સદસ્યો હોદેદારો વચ્ચે ૭૭ માં પ્રજાસતાક પર્વ ની રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રગીત સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારી કલ્યાણીબેન ચૌધરી વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર નાયબ મામલતદાર પ્રવીણભાઈ જોશી તેમજ પોલીસ સ્ટાફ ગામના આગેવાનો સરપંચ શ્રીઓ સદસ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

