33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઇની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આઝાદ ભારતના 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ડભોઇ શહેરની અનેક શાળાઓમાં 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ડભોઇની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળમાં આઝાદ ભારતના 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી. જેમાં સવારે 9:30 કલાકે શાળાના પ્રમુખ શ્રી દિપકભાઈ ભોઈવાલા જ્યાર મહેદવીયા સ્કૂલ ઈબ્રાહીમભાઇ મહુડાવાળા ડભોઇ નગરપાલિકામાં પ્રમુખ તાલુકા પંચાયત અને શાળા કોલેજોમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને ત્રિરંગાને સલામી આપવામાં આવી. મંડળની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અભિનય ગીત રજૂ કરી દેશના બંધારણીય મૂલ્યોનું પાલન કરવાની પ્રેરણા આપી. શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે ફુગ્ગા ઉડાવી પૂર્ણ સ્વરાજ દિવસને તેમજ ભારતના બંધારણના અમલની ખુશી મનાવવામાં આવી. શાળાના પટાંગણમાં ત્રિરંગાની થીમ રજૂ કરી દેશભક્તિ પ્રત્યેની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ સફળ બનાવવા મંડળની તમામ શાળાના આચાર્યશ્રીઓ તેમજ તમામ કર્મચારીગણ નો શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો.

Related posts

મનોજ ઉર્ફે મોહસીન પઠાણ દ્વારા લવ જેહાદનો મામલો ડિવોર્સી મહિલાને હિન્દૂ નામ ધારણ કરી ફસાવી હતી

admin

વડોદરા BSNL ચાર રસ્તા પાસે અકસ્માત, ડ્રાઈવર બેહોશ થતાં કાર બાઈકને ટક્કર મારી

admin

વડોદરા શહેરના વારસિયા રીંગરોડ વિસ્તારમાં માહીની વર્ષગાંઠે કોમી એકતાનું અનોખું દૃશ્ય

admin

Leave a Comment