27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વારસિયા રીંગરોડ વિસ્તારમાં માહીની વર્ષગાંઠે કોમી એકતાનું અનોખું દૃશ્ય

વડોદરા શહેરના વારસિયા રીંગરોડ વિસ્તારમાં આવેલ નીતુબેન ખત્રી તથા પરિવારના નિવાસસ્થાને આજે કોમી એકતાના સુંદર દર્શન થયા હતા. નીતુબેન ખત્રીની દીકરી માહીની વર્ષગાંઠ નિમિત્તે તેમના ઘરે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કોમી એકતાના પ્રતીક ગણાતા યા હુસેન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તગીર શેખ ‘ભોલુ બાપુ’ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માહી અને પરિવારના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારી માટે દુઆ કરી હતી. સાથે જ વડોદરા શહેરના જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક ભાઈ સોની પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સુંદરકાંડમાં ભાગ લઈ સૌએ માહીની વર્ષગાંઠ નિમિત્તે કોમી એકતા, ભાઈચારું અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નીતુબેન ખત્રી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હિંદુ–મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક સૌહાર્દના દૃશ્યો જોવા મળ્યા હતા, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

Related posts

તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન….

admin

ખાસવાડી સ્મશાન જવા ના માર્ગ પર કાદવ-કીચડ વાળા રસ્તા સ્મશાન વિધિ માટે આવતા લોકોને હાલાકી

admin

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી યુનિટી માર્ચનું વડોદરા શહેર પોલીસ દ્રારા ભવ્ય સ્વાગત

admin

Leave a Comment