27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ચકલી સર્કલ થી નંટુભાઈ સર્કલ જતાં મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો.

વડોદરા શહેરના ચકલી સર્કલથી નંટુભાઈ સર્કલ તરફ જતાં વ્યસ્ત મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડવાની ઘટના સામે આવી છે.
અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.દિવસો દિવસ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ યથાવત ચાલી રહી છે, જેને લઈ હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર ભુવા પડવાની ઘટનાઓથી વડોદરા મહાનગર પાલિકાની કામગીરી તેમજ માર્ગોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે માત્ર તાત્કાલિક રીપેરિંગથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ કાયમી અને મજબૂત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.એક સમયે “સંસ્કારી નગરી” તરીકે ઓળખાતું વડોદરા શહેર હવે વ્યંગાત્મક રીતે લોકોમાં “ભુવાનગરી” તરીકે ઓળખાવા લાગ્યું છે, જે તંત્ર માટે ચેતવણી સમાન છે.

Related posts

વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે એક્ટિવામાં આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

admin

નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા વિસ્તાર માં અફડા તફડી મચી જવા પામી

admin

વડોદરા શહેરમાં મેલડી માતા ના મંદિરે આજ ના દર્શન અને ફૂલો ના શણગાર માંડવી ની માં મેલડી રવિવાર ગુરુ પૂનમ નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો

admin

Leave a Comment