30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા વોર્ડ નં. 8માં ગટર સમસ્યા મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલા કરોડિયા ગામ તથા તેની આસપાસની સોસાયટીઓના રહીશોએ આજે કોર્પોરેશન કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરોડિયા ગામ, શ્રીરામનગર, રામનગર, સંતોષીનગર અને દેસાઈપુરા વિસ્તારમાં ગટરના પાણીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા હોવાનું રહીશોએ જણાવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કેટલાક ઘરોમાં બીમારી ફેલાઈ રહી છે અને આ સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો તેમજ ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે મત માંગવા આવે છે અને બાદમાં વચનો ભૂલી જાય છે.

એક તરફ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરવામાં આવે છે અને નાગરિકો પાસેથી પૂરો વેરો વસૂલવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાયાની સુવિધાઓના નામે ગંદકી અને દુર્ગંધ સિવાય કંઈ મળતું નથી, તેવી નારાજગી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્ર થઈ કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ તાત્કાલિક નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

Related posts

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય સાંઇનાથ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન

admin

ન્યૂ હોરાઇઝન્સ બાળ વિકાસ કેન્દ્રનું પ્રતાપ નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના હરણીથી ખોડીયાર નગર જતા ન્યુ વીઆઇપી રોડ પર ગટરના ઢાંકણા ઉડતા જોવા મળ્યા હતા.

admin

Leave a Comment