Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દક્ષિણ વિભાગના લેઉઆ પટેલ દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ

દક્ષિણ વિભાગના લેઉઆ પટેલ દ્વારા આજરોજ 26 જાન્યુઆરી તથા વર્ષ 2026ના સંયોગને અનુલક્ષીને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા છ વર્ષથી સતત આ સેવા કાર્યક્ર્મ યોજાતો આવી રહ્યો છે.

આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં 12 વિવિધ એજન્સીઓ દ્વારા અલગ–અલગ પ્રકારના આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં ઇસીજી, બ્લડ ડોનેશન, આંખના રોગોની તપાસ તેમજ અન્ય અનેક ચેકઅપ સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ લોકો માટે આ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી હતી.

કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા આ માનવસેવા કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્ષક બનજો રક્ષિત નહીં સ્ટીકર રીક્ષા ઉપર લગાડી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ…

admin

એમ એસ યુનિવર્સિટીમા વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે નવનિયુક્ત સાંસદને રજૂઆત

admin

વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે આધુનિક મેડિકલ મશીનોનું સાંસદના હસ્તે લોકાર્પણ

admin

Leave a Comment