Genius Daily News
ગીર - ગઢડા

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે 26 જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ગામના સરપંચના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.

અખંડ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાંધી પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, નૃત્ય, પિરામિડ જેવી કૃતિઓ રજૂ કરી અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ અંગે પ્રેરણાદાયક ભાષણ આપવામાં આવ્યું હતું. સાથે જ ગામના ઉપસરપંચે પણ પોતાના વિચારો વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે વાર્ષિક પરીક્ષામાં ધોરણ 1થી 5માં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કાંધી ગામના આગેવાનો, વિદ્યાર્થી મિત્રો અને પ્રાથમિક શાળાના સ્ટાફે હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

ગીર ગઢડા તાલુકાના 50 ટકા ખેડૂતોને ડુંગળીની સબસિડીથી વંચિત ખેડૂતોમાં નારાજગી

admin

કોડીનારનાં ઘાંટવડ ગામ માં જંગલી જાનવરો નાં ત્રાસે 20 વીઘા ની શેરડી નાં ઊભા પાક ને ધમરોળી નાખ્યું

admin

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે રાવલ નદી આવતા ગામ લોકો ખુશી છવાઈ

admin

Leave a Comment