36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફતેપુરામાં મતદાર યાદી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ

ફતેપુરામાં મતદાર યાદી સાથે છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે.સ્થાનિક નાગરિકના નામે બોગસ ફોર્મ ભરીને અન્ય નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.

આ મામલે અસરગ્રસ્ત નાગરિકે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જુઓ વીઓ સાથે અહેવાલ.ફતેપુરામાં રહેતા ફારૂકભાઈ વોરાના નામે કોઈ અજાણ્યા શખ્સે વહીવટી તંત્ર સાથે છેતરપિંડી કર્યાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.મતદાર યાદીમાંથી અન્ય નાગરિકોના નામ કમી કરવા માટે ફારૂકભાઈના નામે બોગસ ફોર્મ નંબર 7 ભરી રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતની જાણ થતાં ફારૂકભાઈ ચોંકી ઉઠ્યા હતા.તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવી કોઈ અરજી કરી નથી. ફારૂકભાઈ તેમના વકીલ એડવોકેટ જુનેદભાઈ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી હતી.ફારૂકભાઈનો આક્ષેપ છે કે કોઈ અજાણ્યા યુવકે તેમના નામનો દુરુપયોગ કરી ખોટી સહીઓ સાથે આ કાવતરું રચ્યું છે.તેમણે સમગ્ર મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર શખ્સ સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.

Related posts

ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ ખાતે લેક્ચર ડેમોસ્ટ્રેશન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

ફાઇનાન્સ ની ઓફિસ નાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ

admin

ફૂટના વેપારીએ વ્યાજખોરના ત્રાસ થી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ

admin

Leave a Comment