41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાંબુવા ચોકડી નજીકના ગોડાઉનમાંથી 400 કિલો કેબલની ચોરી, બે મજૂરો ઝડપાયા

જાંબુવા ચોકડી પાસે આવેલા એક ગોડાઉનમાંથી અંદાજે 400 કિલો વજનના કેબલની ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોરી થયેલા કેબલો બાદમાં સ્ક્રેપ વેપારીને વેચી દેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે પોલીસએ આજવા રોડ વિસ્તારમાં રહેતા અને તે ગોડાઉનમાં મજૂરી કામ કરતા બે ઈસમોને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સાહિલ ઉર્ફે ભાઈજાન દિલાવર ખાન પઠાણ અને ઇમ્તિયાઝ ઉર્ફે પીકે અનવર સૈયદ તરીકે થઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ચોરી કર્યા બાદ કેબલો સ્ક્રેપમાં વેચી નાખ્યા હતા, જ્યાંથી તેને ઓગાળી એલ્યુમિનિયમની પાટોમાં ફેરવી દેવામાં આવી હતી.

પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ ચોરીમાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

Related posts

પ્રજાશક્તી ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા પુર્વ વિસ્તારના મહામંત્રી મહેન્દ્ર રાઠોડ પાસેથી જવાબદારી પાછી ખેંચી

admin

વડોદરા શહેરના હરીનગર વિસ્તારમાં અછોડા તોડી ગઠીયો ફરાર.

admin

દિવાળીના તહેવાર પૂર્વે જ્વેલર્સની સુરક્ષા માટે પશ્ચિમ વિસ્તાર પોલીસની સરાહનીય પહેલ

admin

Leave a Comment