Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના પોઇચા ગામે સગીરાનો રહસ્યમય આપઘાત, લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા ગામે એક સગીર યુવતીના રહસ્યમય આપઘાતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 17 વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ યુવતી ભાવિ પતિ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં તેની સેવા માટે લગ્ન પહેલા જ સાસરીમાં રહેતી હતી. ઘટનાના સમયે પરિવારજનો ખેતરમાં ગયા હોવાથી યુવતી ઘરમાં એકલી હતી. થોડા સમય બાદ ઘરના દરવાજા અંદરથી બંધ હોવાનું જણાયું હતું. બારીમાંથી નજર કરતાં યુવતી લટકતી હાલતમાં જોવા મળતાં પરિવારજનોએ તાત્કાલિક તેને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

જોકે ટૂંકી સારવાર બાદ ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી.

આ યુવતી આણંદ જિલ્લાના દાવોલ ગામની વતની હોવાનું જાણવા મળ્યું છે. તેના લગ્ન સાવલી તાલુકાના યુવક સાથે નક્કી થયા હતા અને બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી.

યુવતીએ કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે હજી રહસ્ય યથાવત છે. ભાદરવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Related posts

ડભોઇ તાલુકાના ચાર જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ વંટોળ

admin

સ્મશાનગૃહના ખાનગીકરણ મુદ્દે પાલિકા અને સંસ્થાઓ વચ્ચે યોજાઈ બેઠક

admin

પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ

admin

Leave a Comment