30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી નો વિડીયો વાયરલ થવા પામ્યો છે ઘટના અંગે વાઘોડિયા પોલીસે હાલ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી પરંતુ વાયરલ વીડિયોમાં એક વિદ્યાર્થી જમીન પર ઢડી પડ્યા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવાય છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શૈક્ષણિક હબ ગણવામાં આવે છે. વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે. જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન,એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓ વચ્ચે ગત સાંજે જાહેરમાં છુટા હાથની મારામારી થયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાનું એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જો કે આજ સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘટનાને લઈને દહેશતનો માહોલ છે. મારામારી કયા કારણોસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી.

Related posts

વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ

admin

વડોદરામાં જાહેરમાં કચરો નાખનારાઓ ચેતી જજો ! તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરના LED પર પ્રસિદ્ધ થશે

admin

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા લોકો તંત્રના પાપે નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

admin

Leave a Comment