30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા લોકો તંત્રના પાપે નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝપંપ નજીકના દશામાના મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના પંપ નજીક દશા માતાનું મંદિર આવેલું છે અહીં લોકો રહે છે છતાં અહીં ગંદું પાણી છોડવામાં આવે છે જેના કારણે સ્થાનિકો નર્કાગાર સ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે. ગતરોજ રાત્રે થોડોક વરસાદ બાદ આ વિસ્તારમાં અન્ય જગ્યાના ગંદા પાણી છોડતાં અહીં દુર્ગંધયુક્ત ગંદા પાણી ભરાયાં હતાં જેના કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઇ ગયા છે અને પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મનુભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક વર્ષથી આ સમસ્યા છે જે અંગેની સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ અને પાલિકા કચેરીએ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ આવ્યો નથી કે કોઇ રાજકારણીઓ, પાલિકાના અધિકારીઓ જોવા સુદ્ધાં આવતા નથી અહીં ગંદકીને કારણે લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.

Related posts

પોષવતી અંગારિકા ચોથ નિમિત્તે શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિરે ભક્તોની ભારે ભીડ

admin

ડભોઇ તાલુકાના વસાઈ ગામે ધી વસઈ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ સહકારી વર્ષ 2025 અંતર્ગત ભેટ

admin

પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ

admin

Leave a Comment