27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એક વાર ચર્ચામાં આવ્યા

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.પરિવારનો મુખ્ય સદસ્ય અબ્દુલ પટેલ ગઇરાતે જાહેરમાં સાગરીત સાથે ગાંજો વેચતો હોવાથી એસઓજીએ ઝડપી પાડી રૃ.૧૫ લાખનો હાઇબ્રીડ ગાંજો કબજે કર્યો હતો.

ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી.તે સાગરીત સાથે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ પદમ પૂજન બંગલા પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે વોચ રાખી અબ્દુલ ઇબ્રાહિમભાઇ પટેલ(શકીલાપાર્ક,બેસીલ સ્કૂલ નજીક, તાંદલજા) અને તેના સાગરીત ધુ્રવ બાબુભાઈ ચૌધરી (ઓફિસર્સ ફ્લેટ,અલકાપુરી મૂળ રહે ગણેશ નગર,માંડવી, સુરત) ને ઝડપી પાડયા હતા. પોલીસે સ્કૂટરની ડિકિ તપાસતાં અંદરથી ૫૦૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.જેથી પોલીસે સ્કૂટર,ગાંજો તેમજ ધુ્રવનો મોબાઇલ અને રોકડ સહિત કુલ રૃ.૧૫.૪૦ લાખની મત્તા કબજે કરી હતી.પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આદીબ અને પત્ની ઝરીનાને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. તાંદલજામાં હાઇબ્રીડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૃ અને ગાંજાના ચાર કેસ નોંધાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,આઠ મહિના પહેલાં અબ્દુલનો પુત્ર આદીબ ૨૨ લાખની કિંમતના ૭૦૦ ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો.જે કેસમાં પિતા અબ્દુલનું પણ નામ ખૂલ્યું હતું. અબ્દુલ સામે તે પહેલાં પણ ગોત્રી અને જે પીરોડ પોલીસ સ્ટેશનમાં નારકોટિક્સના બે કેસ થયા હતા.જ્યારે,જે પી રોડમાં દારૃનો પણ એક કેસ થયો હતો.જેલમાંથી છૂટીને તેણે ફરીથી ધંધો શરૃ કરતાં પોલીસે ઝડપી પાડયો છે. અબ્દુલ પટેલની સાથે પકડાયેલા ધુ્રવ ચૌધરી પાસેથી પોલીસે ગાંજો મુકવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી હતી.પૂછપરછ દરમિયાન ધુ્રવે પોતાનું સરનામું ઓફિસર્સ ફ્લેટ્સ, અલકાપુરીનું દર્શાવતાં પોલીસે ચોંકી હતી.તપાસ કરતાં તેના પિતા એલઆઇસીમાં અને માતા કુબેરભવનમાં ફરજ બજાવતા હોવાની માહિતી ખૂલી હતી.જો કે માતા-પિતાએ ધુ્રવ કહ્યામાં રહ્યો નહિ હોવાથી તેની સાથે કોઇ સબંધ નહિ હોવાનું કહ્યું હતું.

Related posts

સાવલી તાલુકાનાં સમલાયા ગામમાં પાણીની ટાંકી ધરાસાયી થતા કર્મચારીનું મોત

admin

વડોદરા શહેરમાં 150 વર્ષથી કૂવાના થાળા પર બિરાજતા શ્રી સિદ્ધનાથ ગણપતિ

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુ વિસ્તારના પોલીસ સ્ટેશન નો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણા ગિરનારની પ્રવૃત્તિ સંબંધે જન સંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ

admin

Leave a Comment