આગામી 30 નવેમ્બર 2025 ને રવિવારના રોજ સમસ્ત શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું છે જે ભાગરૂપે શ્રી 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દિપ્તીબેન રાણા ની આગેવાની હેઠળ સુખધામ ડભોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું.આ સંમેલન માં રાણા સમાજ ની મહિલા ઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી આગામી સમુહ લગ્ન પૂર્વે તમામ પ્રકાર ની તૈયારીઓ અને સફળતા પૂર્વક સમૂહ લગ્ન ને પાર પાડવા ના હેતુ સાથે સંખેડા થી ગીતાબેન રવિભાઈ રાણા અને રાજપીપળા ખાતે રહેતા નેહાબેન અવિનાશભાઈ રાણા અને કાયાવરણ થી સોનલબેન દીપકભાઈ રાણા ચર્ચા કરવામાં આવી હતી.24 ગામ રાણા સમાજ મહિલા ઓ ની અલગ અલગ ટીમ બનાવી તમામ ને સમૂહ લગ્ન ને સફળતા પૂર્વક પાર પાડવા કામગીરી સોંપવામાં આવી હતી.અત્યાર સુધી આ સમૂહ લગ્ન માટે 14 જેટલા જોડાઓ ના નામ નોંધાઈ ચુક્યા છે.

