36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વિડીયો વાયરલ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છુટા હાથની મારામારી નો વિડીયો વાયરલ થવા પામ્યો છે ઘટના અંગે વાઘોડિયા પોલીસે હાલ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી પરંતુ વાયરલ વીડિયોમાં એક વિદ્યાર્થી જમીન પર ઢડી પડ્યા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવાય છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શૈક્ષણિક હબ ગણવામાં આવે છે. વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે. જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન,એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓ વચ્ચે ગત સાંજે જાહેરમાં છુટા હાથની મારામારી થયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાનું એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે. જો કે આજ સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘટનાને લઈને દહેશતનો માહોલ છે. મારામારી કયા કારણોસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી.

Related posts

કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ

admin

વડોદરાના એજન્ટે અમેરિકામાં નોકરી માટેના વિઝા બનાવી આપવાના બહાને 3 લોકોને રુ. 1.34 કરોડની ચૂનો ચોપડયો

admin

વડોદરામાં 100મો તાનસેન મહોત્સવ યોજવામાં આવ્યો જેને માણવા માટે મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. મહિત્સવમાં ગાયન અને તબલા વાદન યોજાયું

admin

Leave a Comment