કોઠી વિસ્તારમાં થયેલી હત્યા અંગે એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે પ્રેસ કોંફરન્સ સંબોધી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,આજે વહેલી સવારે 3.45 કલાક ની ઘટના છે.રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો.તપાસ કરતા યશ ઠાકોર ની લાશ હોવાનું સામે આવ્યું હતું.લોકલ પોલીસ ની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ હતી.5 વાગ્યે પોલીસ ને જાણ થઇ હતી.ગણતરી ના કલાકો માં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.ભીમ રામબહાદુર અને મેહુલ માળી ની ધરપકડ કરી છે.ભીમો અને મૃતક યશ એસ.એસ.જી પાસે ચા પીવા આવ્યા હતા.ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી તેણે મોપેડ પર બેસવાની ના પાડી હતી.તેને સમજાવી ને મોપેડ પર બેસાડ્યો હતો.રાવપુરા પાસે ફરી બબાલ થતા ભીમે યશ ઠાકોર ના ગળા ના ભાગે ચપ્પુ માર્યું હતું.જેથી ઘટના સ્થળે જ મોત થયું હતું.દારૂ ના નશા માં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે.મસ્તી મજાક માં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

