33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શિવજીની સવારીમાં ભક્તોની ભીડનો લાભ લઈ સોનાની ચેઈન ચોરતી પાલનપુરની ગેંગ ઝડપાઈ

વડોદરા: તાજેતરમાં યોજાયેલી મહાશિવરાત્રીની ‘શિવજીની સવારી’ દરમિયાન ભક્તોની ભારે ભીડનો લાભ લઈ સોનાના દાગીનાની ચોરી કરતી આંતરજિલ્લા ગેંગને શહેર ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં ૪ પુરુષ અને ૨ મહિલાઓ સહિત કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શિવજીની સવારી દરમિયાન દર્શન કરવા ગયેલી એક મહિલા શ્રદ્ધાળુ પ્રતાપનગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી અંદાજે ૧૭ ગ્રામ વજનની સોનાની ચેઈન (રૂ. ૧,૪૫,૦૦૦ કિંમત) કટર વડે કાપી ચોરી કરી હતી. બનાવ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે પાલનપુરથી બે ઓટોરિક્ષામાં આવી ગેંગ શહેરમાં પ્રવેશી હતી અને ભીડભર્યા ધાર્મિક કાર્યક્રમોને નિશાન બનાવી ચોરી કરતી હતી.

પોલીસે વારસીયા રિંગ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા ૬ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ગેંગ દ્વારા ભીડનો લાભ લઈ સોનાની ચેઈન અને દાગીના ચોરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ અંગે તપાસ હાથ ધરી છે તથા શહેરમાં અગાઉ થયેલી સમાન ચોરીઓ સાથે પણ કડી જોડાઈ રહી છે.

Related posts

વડોદરામાં વધી રહેલા અછોડોતોડના બનવો વચ્ચે ક્રાઇમબ્રાન્ચ પોલીસને સફળતા મળી

admin

વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો

admin

“આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ” સ્વાસ્થ્ય સુરક્ષાનો સેવાયજ્ઞ

admin

Leave a Comment