મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી,વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સૈનિક કુમાર છાત્રાલય ભવન, ન્યુ સમા રોડ વડોદરા ખાતે માત્ર એકસ સર્વીસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો..
ભરતી મેળામાં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા ના અલ્પેશ ચૌહાણ , જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરીના ઓફિસર કનૅલ ડૉ કમલ પ્રીત સાગી, લીડ બેક મેનેજર,અમિત કુમાર , જીલ્લા ઉદ્યોગ ના જનરલ મેનેજર કિશોર મોરી,પીએફ ઓફિસર પ્રવીણ કુશવા, બરોડા સ્વરોજગાર સંસ્થાના શૈલેષ સોલંકી સહિત મહાનુભાવો ભરતી મેલામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતી મેળામાં 14 જેટલી કંપની ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા ૨૦૦જેટલી વેકેન્સી માં૧૦૦ થી વધુ એક્સ સર્વિસમેન ભાગ લીધો હતો.
જેમાં ઓફિસર , સિક્યુરિટી ઓફિસર, સિક્યુરિટીગાર્ડ, ઓફિસ વર્ક, ઓપરેશન મેનેજર ના ની જગ્યા માટે કંપની પ્રતિનિધિ હાજર રહીને એકસ સર્વીસમેન ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા હતા. જેમાં ૮૦થી વધુ એકસ સર્વીસમેન ઉમેદવારોના પ્રાથમિક પસંદગી કરી નોકરીની તકૅ આપવામાં આવી

