Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢીયો

કોઠી વિસ્તારમાં થયેલી હત્યા અંગે એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે પ્રેસ કોંફરન્સ સંબોધી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,આજે વહેલી સવારે 3.45 કલાક ની ઘટના છે.રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક મૃતદેહ જોવા મળ્યો હતો.તપાસ કરતા યશ ઠાકોર ની લાશ હોવાનું સામે આવ્યું હતું.લોકલ પોલીસ ની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ હતી.5 વાગ્યે પોલીસ ને જાણ થઇ હતી.ગણતરી ના કલાકો માં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.ભીમ રામબહાદુર અને મેહુલ માળી ની ધરપકડ કરી છે.ભીમો અને મૃતક યશ એસ.એસ.જી પાસે ચા પીવા આવ્યા હતા.ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી તેણે મોપેડ પર બેસવાની ના પાડી હતી.તેને સમજાવી ને મોપેડ પર બેસાડ્યો હતો.રાવપુરા પાસે ફરી બબાલ થતા ભીમે યશ ઠાકોર ના ગળા ના ભાગે ચપ્પુ માર્યું હતું.જેથી ઘટના સ્થળે જ મોત થયું હતું.દારૂ ના નશા માં હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે.મસ્તી મજાક માં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

Related posts

વડોદરા ઈલેકશન વોર્ડ નંબર 13 માં આવેલ કાશી વિશ્વનાથ તળાવ ગ્રીલો આજે પડી જતા તંત્રની પોલ ખોલી

admin

દેવ દિવાળી નિમિતે ડભોઇની મહિલાઓ દ્રારા તૈયાર કરેલા ગૌ-છાણના દીવડાથી કાશીના ઘાટને પ્રકાશિત કરાશે

admin

ગણપતિ અને મોરહમ પર્વ ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

Leave a Comment