Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના ચાર જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ વંટોળ

ડભોઇ નગરપાલિકા દ્વારા દરખાસ્ત કરીને તાલુકાના વેગા,કજાપુરા, ટીંબી અને તરસાણા આ ચાર ગામોનો પાલિકામાં જોડવાની થઈ છે પ્રક્રિયા આ પ્રક્રિયાનો ચારેય ગામોએ કર્યો છે અસંતોષ વ્યક્ત

નગરપાલિકા તંત્ર ડભોઇ નગરમાં પાણી ગટર રસ્તા લાઈટ જેવી મૂળભૂત સુવિધા આપવામાં વામણું પુરવાર થયું હોય આ ચાર ગામોને શું સુવિધા પૂરી પાડશે ના ઉઠ્યા સવાલો નગરપાલિકાના આ પ્રસ્તાવથી અસંતુષ્ટ ચારેય ગામના રહેવાસીઓ એપીએમસી મેદાનથી મામલતદાર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા મામલતદારને આવેદનપત્ર આપી પ્રસ્તાવનો નોંધાવ્યો વિરોધ વડોદરા જિલ્લા તેમજ ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ નગરપાલિકાના આ નિર્ણયને વખોડી ગ્રામજનો સાથે રેલીમાં જોડાયા ચારેય ગામના રહેવાસીઓ તેમજ કોંગ્રેસ સમિતિએ ઠરાવ મુલતવી રાખવા ની માંગ સાથે આપ્યું આવેદનપત્ર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ અનેક વસાહતો અને ગામો માં પાયાની સુવિધાનો છે અભાવ જેથી આ ચારેય ગામના રહેવાસીઓ નગરપાલિકા માં સમાવેશ બાબતે કરી રહ્યા છે વિરોધ

Related posts

પ્રતિબંધીત ચાઇનીઝ દોરાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય SOG પોલીસ…

admin

વઢવાણા સિંચાઇ કેનાલના કમાન્ડ એરિયાના ખેડૂતોને સિંચાઈ પાણી મેળવવા માટે મારવા પડતા વલખાં

admin

વડોદરામાં ફરી મગરનું મૃ-ત્યુ : છેલ્લા બે-ત્રણ મહિનામાં આશરે 3 થી 4 મગરોના મૃત્યુ થયાના બનાવો સામે આવ્યા

admin

Leave a Comment