વેગા ચોકડી પાસે પાયલ ગેસ્ટ હાઉસની પાછળ આવેલ રૂક્ષ્મણી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત જથ્થો પોતાના કબ્જામાં રાખી ગ્રાહકોને વેચાણ કરવા સારૂ ઉભેલ છે. જે હકીકત આધારે એસ.ઓ.જી. ટીમે માહિતીમાં જણાવેલ સ્થળે રેડ કરી સચીનભાઇ અરવિંદભાઇ તડવીને પ્રતિબંધીત ચાઇનીઝ દોરાની રીલો નંગ ૩૦, કિ.રૂ.૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં ડભોઇ પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

