35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો

વડોદરા શહેરની પવિત્ર ગણાતી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ તથા સુંદર બનાવવા માટેનો હાલના તબક્કે રિવાઇવલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરીને માત્ર આર્થિક કૌભાંડ હોવાનું જણાવ્યું હતું.

ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર આવ્યું હતું અને જેના કારણે શહેરીજનોને ઘણી મોટી માત્રામાં નુકસાન થયું હતું ત્યારે વિશ્વામિત્રીના પુરાણ તેમજ તેના કિનારે કરવામાં આવેલા દબાણ અને લઈને ભારે વિવાદ થયો હતો જે વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો જેને લઈને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા તેમજ સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ હાલ નિષ્ણાત કમિટી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે પરંતુ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક આર્થિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા સેજલ વ્યાસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશનના ભાજપના તેમજ શાસક પક્ષના નેતાઓ આ બાબતે કેમ બોલવા તૈયાર નથી તેઓ સીધો સવાલ કર્યો છે. અને આ બાબતને તેઓએ સુપ્રીમ કોર્ટ સુધી પડકારવા માટેની પણ તૈયારી બતાવી છે.

Related posts

ડભોઇ તાલુકાના તેનતલાવ નર્મદા કેનાલમાં એક યુવાનના લાપતા 48 કલાક બાદ તેની ડેટ બોડી

admin

નસવાડીમાં એમજીવીસીએલની બાકી બિલ વસૂલાત માટે પોલીસ કાફલા સાથે કાર્યવાહી – વિસ્તારમાં ભારે ચર્ચા

admin

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું

admin

Leave a Comment